વઘઈના દગડપાડા ગામના યુવકનુ બાઈક પુલ પર સ્લીપ થયો, પાણીનું વહેણ વધારે હોવાથી તણાઈ જતાં મોત


ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દગડપાડા ગામમાં રહેતો યુવક જે ત્યાંની DGVCLમાં વાયરમેન તરીકે ફરજ બજાવતો હતો. સાંજે નોકરીથી પાછા ફરતા સમયે બારખાધ્યા ફાટક પાસેથી નદીના પુલ પર બાઈક સ્લીપ થતાં તે નદીમાં ખાબકી જતાં મોત થયું હતું.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દગડપાડા ગામમાં રહેતો પંકજ પોસલ્યાભાઈ ગાવિત (ઉ.વ. 33) જે વઘઈ મધ્યે DGVCLમાં વાયરમેન તરીકે ફરજ બજાવતો હતો. જે સાંજે તેની નોકરી પૂરી કરી તેના ઘરે જવા માટે નીકળ્યો હતો અને તે તેની બાઈક નંબર GJ-30- B -6310 લઈ વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બારખાધ્યા ફાટક પાસેથી નદીના પુલ પરથી પસાર થતો હતો તે દરમિયાન તેની બાઈક સ્લીપ થઈ જતાં તે નદીમાં પડી ગયો હતો.
નદીમાં જમલાપાડા તરફથી પાણીનું વહેણ વધારે હોવાથી યુવક તણાઈ ગયો. જેની લાશ સવારે વઘઈ તાલુકાના દેવીપાડા ગામ પાસે અંબિકા નદીના પાણીમાંથી મળી આવી હતી. આ ઘટના અંગે વઘઈ પોલીસ મથકમાં મરનાર પંકજના પિતા પોસલ્યાભાઈ સુકરીયાભાઈ ગાવીતે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેથી આગળની વધુ તપાસ વઘઈ ના PSI કે.જે.નિરંજને હાથ ધરી હતી