છોટા ઉદેપુર એલ.સી.બીએ મારુતિ વેગન આર.કારમાથી 60 બોટલ દારૂની બોટલ સહિત 2 જબ્બે

image-257
copy image

આજે બુધવારે મારુતિ વેગન આર. કારમાંથી વિદેશી દારૂ ઝડપી બે શખ્સોનેપકડી પાડ્યા હતા.

છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી. ખોસ વસેડી મધ્યે પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન એક મારુતિ વેગન આર ગાડી આવતાં તેની તપાસ કરતાં સી.એન.જી. કીટમાં ચોરખાનું બનાવીને તેમાં વિદેશી દારૂની 60 બોટલ છૂપાવીને લઈ જતા એલ.સી.બીએ પકડી પાડી હતી. આ વિદેશી દારૂ ભરીને જતી ગાડીની સાથે મુકુંદભાઈ માનસિંહભાઈ વસાવા તથા સંજય ભારતભાઈ રાઠવા એમ બે ઈસમની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.