લીંબડીમાં ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત 


સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી મધ્યે ટ્રેનની અડફેટે મહિલાનું મૃત્યુ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મૃત્યુ થયું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરાઈ છે.
હાલમાં આ મહિલા ટ્રેનની ઝડપમાં આવી કે પછી તેને આપઘાત કર્યો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં તેની લાશને લીંબડી સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડાઈ છે. અને આ મહિલા કોણ છે ? ક્યાંની છે ? અને શા માટે તેને આપઘાત કર્યો ? જે અંગેની હાલમાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ આવતી હતી, ત્યારે લીંબડી પાસે આ ઘટના બની છે.