વરસામેડી સીમના એક ઘરમાથી રૂ. ૧.૩૩ લાખની તસ્કરી.

0
2017_3largeimg06_Mar_2017_111535477

વરસામેડીની સીમમાં આવેલ બાગેશ્રી ટાઉનશીપ-૪ ના એક ઘરને શખ્સો નિશાન બનાવીને રૂ ૧.૩૩/-લાખની માલમતા ચોરી કરી નાશી ગયા હતા. અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, વરસામેડીની સીમમાં આવેલ બાગેશ્રી ટાઉન શીપ -૪ ના એક ઘરમાં રહેતા દયારામ મોરારામ ચોધારીના ઘરને શખ્સો નિશાન બનાવી મકાનના પાછળનો દરવાજો ખોલીને અંદરથી ૨૦ હજારનું ટીવી, ૨૫૦૦ નું હોમ થિયેટર, ૧૮ હજારનું એક તોલાનું જુમર, ૩૬ હજારની અઢી તોલની કડી,૨૨ હજારનું મંગળસૂત્ર ,૧૮ હજારની એક તોલાની બૂટિયાની ૩ જોડી, રૂ. ૯ હજારની નાકમાં પહેરવાની નથી. ચાદીના જાંજર સહિત કુલ ૧૩૩૦૦૦/-ની માલમતા ચોરી કરી નાશી ગયા હતા. પૂર્વ કચ્છમાં ચોરી, લૂટના કિસ્સાઓ રોજિંદા બન્યા છે. ખાસ કરીને ગરીબ પરિવારોની જીવનભરની મૂડી ચોરી થઈ રહી છે. છતાં કાયદાના રક્ષકો કોઈ પગલાં ભરતા નથી. ચોરને પકડાતાં નથી. આ બનાવોમાં પોલીસ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *