ભારાસર-માનુકુવા વચ્ચે ટ્રક હડફેટે સાઇકલ સવારનું મોત નીપજયું.

ભુજ તાલુકાનાં ભારાસર-રેલ્વે ફાટકથી માનુકૂવા જતાં હાઇવે પર ટ્રક હડફેટે સાઇકલ સવારનું મૃત્યુ થયું હતું. માનુકૂવા પોલીસે માહિતી જણાવ્યુ હતું કે, ભારાસર રેલ્વે ફાટકથી  માનુકુવા જતાં હાઇવે પર હનુમાનજીના મંદિર પાસે ટ્રક નં. જીજે. ૧૨. ઝેડ. ૦૮૬૨ ના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી સાઇકલને અડફેટે લેતા પંકજભાઈ ગોવિંદભાઈ વરસાણી (ઉ.વ.17 ) નું ગંભીર હાલતમાં મૃત્યુ થયું હતું. પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *