તલાટીઓ ની હડતાલને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા.

હાલમાં જયારે સમગ્ર ગુજરાત ભરની સાથે આજે ત્રણ દિવસ થયા તલાટીઓ હડતાળમાં જોડાયા છે. ત્યારે આજે આ તલાટી શ્રી ઓ દ્વારા ભુજ તાલુકા પંચાયતના પ્રાંગરણમાં ધરણાંનું આયોજન કરાયું હતું. અને કચ્છના તમામ તલાટી શ્રી ઓ આ ધરણાંમાં જોડાયા હતા. ત્યારે સરકાર સામે તલાટીઓ અચોક્કસ મુદત ની હડતાળમાં ઉતર્યા છે જયા સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાર સુધી આ હડતાળ ચાલુ રહેશે. આ હડતાલના કારણે તમામ ગ્રામ પંચાયતના કામકાજ ઠપ થઈ ગયા છે. ત્યારે લોકોને ખૂબ  હાલાકીનો સામનો કરવો પડે છે. તલાટીઓની માંગણીમાં તેમના વેતન,પેન્શન અને અન્ય બાબતો પ્રત્ય સરકાર ધ્યાન આપે આવી અનેક માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *