વાસણામાંથી વાહન ચોરી આચારતા સગીર સહિત બે જબ્બે

શહેર ક્રાઈમ બ્રાંચે વાહનચોરીના કરતાં એક સગીર સાથે અન્ય એક આરોપીની વાસણામાંથી અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે પ્રસાંત ઉર્ફે જાંબુ ગાયકવાડ(ઉં.21) રહેવાસી દેવાસ ફ્લેટ, વાસણાને વિશ્વકુંજ ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યો હતો. તેની સાથે એક સગીર પણ પકડાયો હતો.

પોલીસ પુછપરછમાં સગીર અને પ્રશાંતે ભેગા મળી એક ફોર્ચ્યૂનર કાર, બે મોટર સાયકલ સહિત ત્રણ વાહનોની તસ્કરી કરી હોવાની કબૂલ્યુ હતું. તેમજ તેમની પાસેથી ચોરીના કેટલાક મોબાઈલ પણ મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી અગાઉની તસ્કરી અંગે પણ પુછપરછ હાથ ધરી હતી.