ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકતા રાજકોટ, ગોંડલ, જેતપુર સહિતના ફાયર-ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા, 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો

copy image

ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. જેમાં રાજકોટના 2, જેતપુરના 1 અને ગોંડલના 3 ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. 3 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો. અંદાજે 4 લાખ જેટલું નુકશાન થયું.

મળતી માહિતી અનુસાર ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનના ગ્રાઉન્ડમાં પડેલ પ્લાસ્ટિકની બોરીઓમાં ફટાકડાનો તણખલો પડતા વિશાળ આગ ભભૂકી હોવાનું સામે આવ્યું હતું. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર દેખાયા હતા. લોકોના ટોળા એકત્ર થયા હતા. ગોંડલ, રાજકોટ તથા જેતપુરના ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે 3 કલાક પાણીનો મારો ચલાવાયો હતો.

આગ લાગવાના બનાવને લઈને નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, સુધરાઈ સભ્ય અશ્વિનભાઈ રૈયાણી, આસિફભાઈ ઝકરિયા, ફાયર ઓફિસર તથા શહેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.