ગાંધીધામમાં જુગારના બે દરોડામાં ૧૧ ખેલીઓની પોલીસે અટક કરી.

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં તેમજ  કંડલા સર્વિસ રોડ માતાજીનાં મંદિર નજીક બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી પોલીસે જુગારનો ખેલ ખેલતા ૧૧ ખેલીઓની રૂ. ૧૬૬૬૦ ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. ગાંધીધામની બી ડિવિઝન પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના કંડલા જતાં સર્વિસ રોડ મેલડી માતાજીનાં મંદિર નજીક ગંજી પાનાનો જુગાર રમતા મોહમદ દાદુસા ફકીરા, ગફુર યાકુબ બુચેડ, ગચ્છન બુધનસેન શેખ, મોહમદ ઇસબ શેર,અલ્તાફ સલેમાન સિપાઈ અને દેવજી રામજી છૈયાને રોકડા રૂ. ૧૧૨૦૦ /-સાથે અટક કરી હતી. બીજા બનાવમાં પોલીસે જણાવ્યુ હતું કે, કાર્ગો એકતાનગર ઝૂપડામાં જુગાર રમતા બાબુ રામા બારોટ, રાજૂ વજા  બારોટ, અમૃત ઈશ્વર બારોટ, અમૃતલાલ ખોડા સોલંકી, સોમા ભાણા ચમારને રોકડા રૂ. ૫૪૬૦ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *