નારાણસરોવર રાધનપુરની એસટી બસમાં ચાલક દ્રારા દારૂની હેરફેરી કરતો એક શખ્સ ઝડપાયો.

નારાણસરોવર પોલીસે એસટીબસમાંથી ચાલકને અંગ્રેજી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. અંજારમાં પણ દારૂ સાથે એક યુવાન ઝડપાયો હતો. આ બાબતે પોલીસે જણાવ્યુ હતું કે, નારાણસરોવર પોલીસની ટીમ વાહન ચેકીંગમા હતી. ત્યારે નારાણસરોવર-નારાણસરોવર રૂટની બસમાં ચાલક શરાબની હેરાફેરી કરતો હોવાની જાણકારી મળી હતી. જેથી એસટીબસ નંબર જીજે-18-ઝેડ-2649ને રોકી રાખવામા આવી હતી. ચાલકની સીટનીચે કપડાની થેલીમાંથી દારૂના 21 ક્વાટરીય મળી આવ્યા હતા. જેના પગલે એસટીબસ ચાલક ગગજી દાનુ સિંધવ(ઉ.વ.53,સરદારપુરા,રાધનપુર,પાટણ) ઝડપી પાડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *