વડોદરા:સ્કૂલ વાનના ડ્રાઈવરે વાનમાં વિધાર્થિનીને એકલી બેસાડીને શારીરિક છેડછાડ કરી.

વડોદરા :રાજ્યમાં  હવે મહિલાઓ અને  બાળકીઓ પણ સલામત નથી. એક બાદ એક દુષ્કર્મ અને છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં સ્કૂલ વાનના ડ્રાઇવરે જ વિધાર્થિની સાથે અડપલા કર્યાનો  બનાવ સામે આવ્યો  છે. મળતી વિગતો મુજબ ગુજરાત પબ્લિક સ્કૂલના વાન ડ્રાઇવરે ધોરણ ૫માં અભ્યાસ કરતી વિધાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા છે. વાનમાં વિધાર્થિનીને એકલી બેસાડીને ડ્રાઇવરે આ શરમજનક કામ કર્યું છે. શારીરિક છેડછાડ બાદ વિધાર્થિનીએ સ્કૂલ જવાનું પણ છોડી દીધું હતું. આ બાબતે પરિવારજનોએ સ્કૂલ સંચાલકને જાણ કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં સ્કૂલ સામે રોષ જોવા મળી રહેલ છે. ત્યારે પરિવારજનોએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *