સુરતમાં બળાત્કારના આક્ષેપમાં વડતાલના સાધુની ધડપક્ડ

સુરત શહેરમાં વધુ એક બળાત્કારનો બનાવ સામે આવ્યો છે. જેમાં 20 વર્ષની પીડિતા દ્રારા સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના એક સાધુ પર દુષ્કર્મનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક સાધુની અટક કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરી છે. શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં રસોડુ સાંભળતા 24 વર્ષના સાધુએ 20 વર્ષની એક યુવતીને પૈસા આપવાની મદદના બહાને બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે. યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. માતાના ઓપરેશન માટે યુવતીને પૈસાની જરૂર હતી. યુવતી પૈસાની સગવડ કરવા અને મંદિરે ભજન-કીર્તનમાં આવતી બીજી એક મહિલાના સંપર્કમાં આવેલ હતી, જે મહિલાએ સાધુ સાથે પીડિતાનો સંપર્ક કરાવ્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે કરણીસ્વામી નામનો સાધુ યુવતીની નાણાકીય મદદ કરશે તેવી વાત પીડિતાને કરવામાં આવી હતી. જો કે, નાણાકીય મદદ કરવાના બહાને સાધુએ તેની સાથે બળાત્કાર કર્યો હોવાનો બનાવ બન્યો હતો. પોલીસે ગત રાત્રે પીડિતાની ફરિયાદના આધારે સ્વામીની અટક કરી કોર્ટમાંથી વધુમાં વધુ રિમાન્ડ મેળવવા માટે આગળની તપાસ હાથ ધરી છે.