ડગાળામાં અજાણ્યા આરોપીઓ 63.36 લાખનું ચાઈના કલે ખનિજ ચોરી ગયા.

ભુજ તાલુકાના આહીરપટ્ટી વિસ્તારમાં ખનિજની કાર્યવાહી જારી રાખતાં ખાણ ખનિજ ખાતાએ ડગાળા ગામે સરકારી જમીનમાંથી થયેલી રૂ. 63.36 લાખ કિંમતના ચાઇના કલે ખનિજની ચોરીનો મામલો ઝડપી પાડી ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પદ્ધર પોલીસે આપેલી વિગતો મુજબ ભુજ સ્થિત ભૂસ્તરશાસ્ત્ર કચેરીના રોયલ્ટી નિરીક્ષક જે.આર.પટેલે અજ્ઞાત શખ્સો સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. અજાણ્યા શખ્સો સરકારી જમીનમાંથી 14 હજાર મેટ્રિક ટન ચાઈના કલે કાઢીને ઉઠાવી ગયા હોવાનું ફરિયાદમાં નોધવાયું છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં મોખાણામાં 5.37 કરોડ અને મમુઆરામાં 30.79 લાખની ખનિજચોરીના બનાવ પોલીસ દફતરે લખાયા હતા.