ગાંધીધામ નૂરી મસ્જિદ પાસે ટ્રક ચાલકે સર્જ્યો ત્રીપલ અકસ્માત :એક યુવાન ઇજાગ્રસ્ત


નૂરી મસ્જિદ સામે બેકાબુ બનેલા ટ્રકે ત્રીપલ અકસ્માત સર્જ્યો હતો. બપોરે નૂરી મસ્જીદની સામે જ એક બેકાબુ બનેલા ટ્રક ચાલકે એક માલ વાહક વાહનને ઠોકર મારી ભાગવા જતાં આગળ જતા ટ્રકમાં પણ ઠોકર મારતાં ત્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પલટી ગયેલ વાહનમાં સવાર એક યુવકને ઇજા પણ થઈ હતી.જો કે મોડે સુધી પોલીસ ચોપડે આ અકસ્માતની ઘટના નોંધાઈ ન હતી.