ભુજમાં પંચ વડે હુમલો કરી 7700ની રોકડ બળજબરીથી છીનવી લેવાયા.

ભુજ શહેરમાં એરપોર્ટ રોડ પર કાસુભાઈ મચ્છીવાળાની દુકાન સામે વાહનમાં પ્રવાસીઓ ભરવા મુદ્દેના  ઝઘડાની અદાવતમાં પંચ વડે હુમલો કરી સલીમ નુરમામદ સુરંગી પાસેથી રૂ. 7700ની રોકડ છીનવી લેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સવારે બનેલા આ બનાવ અંગે ભુજના ગની નિઝામ મોગલ અને અમીન ગની મોગલ તથા તેમની સાથે બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમ પોલીસે જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *