ધમડકામાં ચોરીની શંકા રાખીને માતા, પુત્ર પર ધોકા વડે હુમલો થતા, હોસ્પિટલ દાખલ

અંજાર તાલુકાના ધમણકા ગામે કોલીવાસમાં રહેતી મહિલાના ઘેર પાંચ ઈસમો ધોકા ધારણ કરી ઘસી ગયા હતા. મહિલાના પુત્રે ચોરી કર્યાનો વહેમ રાખીને પાંચ ઈસમોએ મહિલા તથા તેમના પુત્રને ધોકા વડે માર મારતા બંનેને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

        દુધઈ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વહેલી સવારના ૫ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. તાલુકાના ધમડકા ગામે કોલીવાસમાં રહેતા રતનબેન સલુ કોલી (ઉ. વ.૪૫) જેઓ ઘેર હાજર હતા ત્યારે ગામમાં રહેતા આરોપી લખુભા રેવુભા જાડેજા, રાજેશભા લખુભા જાડેજા, યુવરાજસિંહ કલુભા જાડેજા, લાલો જુવાનસિંહ જાડેજા અને ડકુ દિનેશ સથવારા તેમના ઘેર ઘસી ગયા હતા. આરોપી રતનબેન ને તમારા દીકરા મનજીએ ચોરી કરી છે તેને ઘરમાંથી બહાર કાઢ. તેમ કહી ગાળો આપી હતી. રતનબેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉસકેરાઈ ગયા હતા અને મનજી પર ધોકા વડે હુમલો કરી દીધો હતો. માતા વચ્ચે છોડાવવા પડતા આરોપીએ તેમને પણ ધિકા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ હવે ચોરી કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. માતા પુત્રને ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.