કેવડિયામાં PMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા જીઆરડીનો અકસ્માત

image-297

નર્મદા જિલ્લાના કેવડીયામાં વડાપ્રધાનના બંદોબસ્તમાંથી પાછા આવતા જીઆરડીના જવાનની બાઇકને ગોપાલપુરા પાસે અન્ય બાઇકે ટકકર મારતાં તેને ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામના રહીશ જી.આર.ડી. જવાન ધર્મેન્દ્ર વસાવા જી.આર. ડી તરીકે છેલ્લા છ થી સાત વર્ષ થી આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે.

હાલમાં કેવડીયા મધ્યે પીએમનો કોન્વોય બંદોબસ્તમાં તેમની ડયુટી આવી હોવાથી તેઓ 19મીએ સવારે 7 વાગ્યે કેવડીય ગયાં હતાં. ત્યાં તેમની નોકરી .વી.આઈ.પી ના પાયલોટ 26 મા પેટ્રોલિંગમાં અપાઈ હતી.

ગુરૂવારે સાંજે 5 વાગ્યે બંદોબસ્ત વિડ્રો થતાં તેઓ તેમની બાઇક લઇને ઘરે પાછા] આવવા માટે નીકળ્યાં હતાં. તેઓ કેવડીયાથી આવતા હતા તે દરમિયાન ગોપાલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા સામેથી પૂરઝડપે આવતી બાઇકે તેમની બાઇકને ઠોકર મારી હતી. અકસ્માતમાં ધર્મેન્દ્ર વસાવાને ઇજા થઈ હતી. કિશન નામના રાહદારીએ 108 એમ્બયુલન્સને જાણ કરી હતી. 108માં તેમને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં પરના તબીબે તેમને પગની એક આંગળી અને હાથ ની એક આગળી ફેક્ચર હોવાનું નિદાન કર્યું હતું.