સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઇવે પર ડીવાઇડર પર કન્ટેરનર ચડી જતાં અફરાતફરી મચી: ચાલકનો  થયો આબાદ બચાવ

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા-રાજુલા વચ્ચે સ્ટેટ હાઇવેના રોડ ડીવાઇડર ઉપર કન્ટેનર ચડી જતા નાસભાગ મચી ગઈ હતી. અહીં ડીવાઇડર નીચે હોવાથી અને થર્મોપ્લાસ્ટ, સાઈનબોર્ડ ન હોવાને લીધે અવારનવાર નાનાં-મોટાં અકસ્માત થાય છે. જેના લીધે વાહન ચાલકોમાં પણ રોષ ઉઠ્યો છે.રાત્રિના સમયે વધુ અકસ્માતની ઘટના સામે આવે છે. આ ઘટના પણ વહેલી સવારે થઈ છે. માર્ગ મકાન વિભાગની કામગીરી સામે પણ વાહન ચાલકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.