અમરેલીમાં હેરોઇન અફિણ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરતા 2 પરપ્રાંતિય ઈસમ ઝડપાયા

image-299

અમરેલી એસઓજી પોલીસે બાતમીના આધારે અહીની સિવીલ હોસ્પિટલ પાસેથી બે પરપ્રાંતિય ઈસમને હેરોઇન, અફિણ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડી લઇ 2.14 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માદક પદાર્થો સાથે બે ઇસમો પકડાયાની આ ઘટના અમરેલીમા બની હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એમ.સોની, પીએસઆઇ જે.કે.મોરી તેમજ ટીમે બાતમીના આધારે અહીની સિવીલ હોસ્પિટલ પાસે રાજસ્થાનના શૈશાવાના ભૈરારામ ક્રિષ્નારામ ચૌધરી તથા પુનમચંદ ટીકારામ ચૌધરી નામના ઇસમને પકડી લીધા હતા.

આ બંને ઈસમ પાસેથી થેલામા રાખેલ પોષ ડોડવાના ટુકડા 500 ગ્રામ, હેરોઇન 38 ગ્રામ, અફિણ 102 ગ્રામ, પોષ ડોડવાનો પાવર 230 ગ્રામ મળી કુલ રૂપિયા 2,14,390નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ ઈસમની પુછપરછ કરતા તેમણે પીરારામ, ઓમપ્રકાશ, સુનીલ, ચંપાલાલ દેવારામ ચૌધરી અને એક અજાણ્યા ઈસમ પાસેથી આ માદક પદાર્થ મેળવ્યો હોવાનુ સામે આવતા પોલીસે અન્ય ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.