જાફરાબાદના રોહીસા ગામમાંથી અલસીબીની ટીમે દરોડો પાડી 480 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

copy image

અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહિસા ગામની સિમ વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ગામમાંથી ભારતીય બનાવટનો 480 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. બુટલેગર ભાગી જતા તેને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાથી દારૂની બંદી દુર કરવા પ્રોહિબીશન લગતી પ્રવૃતિ કરતા શખ્સોને પકડી પાડવા સૂચના આપી છે. જેને લઈ જાફરાબાદ તાલુકાના રોહીસા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ. એ.એમ.પટેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી જેમાં જાફરાબાદ તાલુકાના રોહીસા ગામમાં પ્રોહી. બુટલેગર શખ્સ પોતાની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પ્રોહી. બુટલેગર શખ્સની વાડીએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી પરંતુ બુટલેગર હાજર મળ્યો નહી. પોલીસે બુટલેગર સામે પ્રોહી. ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તથામુદ્દામાલ કબ્જે કરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની તપાસ હાથ ધરાઇ છે. પ્રોહી બુટલેગર ભાવેશ ભીમાભાઇ વાઘેલા, રહે.રોહીસાને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની કુલ બોટલ નંગ-480, જેની કિં.રૂ.21,600/- નો મુદ્દામાલ સાથે પકડી પડાયો છે.