સુરતમા ગાંજાનો જથ્થો મંગાવવાના કેસમાં એક વર્ષે નાસતા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો

image-302
copy image

એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ડીસીબી પોલીસે પકડી લીધો હતો. આરોપી વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.

ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે બાતમીના આધારે મૂળ ઓડીશાના વતની પ્રશાંતકુમાર ઉર્ફે મુસા બૌરીબન્ધુ પરીડાને અમરોલી છપરાભાઠા રોડ પાસેથી પકડી લીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આજથી એક વર્ષ અગાઉ ઓડીશા મધ્યે રહેતા ઉતમ બીસોઈને ફોન કરીને ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. જે ઉતમ ગાંજાનો જથ્થો લઈને સુરત શહેરમાં આવતા તેને 9.960 કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે પકડી લીધો હતો.

આ ગુનામાં હાલમાં પકડાયેલો આરોપીનું નામ ખુલતા તે નાસ્તો ફરતો હતો. જો કે એક વર્ષ પછી ડીસીબી પોલીસે તેની અટકાયત કરી તેનો કબજો પુણા પોલીસને આપ્યો હતો. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ એન્ટી નાર્કોટીક્સ સેલ મુંબઈ મહારાષ્ટ્ર મધ્યે પણ એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો.