ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે રાજાના સારા સમાચાર વધુ એક રજા જાહેર થતાં છ દિવસની રજાઓ જાહેર.
સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ જાહેરનામાથી કેલેન્ડર વર્ષ, ૨૦૨૨ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે. તે મુજબ તા.૨૪-૧૦-૨૦૨૨, સોમવારના રોજ દિવાળીની રજા તા.૨૬-૧૦-૨૦૨૨, બુધવારના રોજ નૂતન વર્ષ દિનની રજા જાહેર કરી છે. જ્યારે તા.૨૫-૧૦-૨૦૨૨, મંગળવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે, દિવાળી પર્વમાં સરકારી અધિકારીઓ / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.૨૫/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. તેના બદલામાં તા.૧૨-૧૧-૨૦૨૨, બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.
ર. આ હુકમો ગુજરાત સરકારની બધી કરોરીઓને તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે.
- આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ની જોગવાઇઓ હેઠળ જાહેર કરેલ નથી.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,