મહેસાણાના પાંચોટમાં ગેસના બાટલામાં આગ ભભૂકતા દોડધામ મચી

copy image

મહેસાણા તાલુકાના પાંચડ ગામમાં આજે બપોરે 12 વાગ્યે રસોઈ બનાવતાં સમયે ગેસના સિલિન્ડરમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેને લઈને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ગેસની આગ વધુ ફેલાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં અને ગોદડા પલાળી-પલાળી બાટલા પર ફેંકવા લાગ્યા હતા. તેમજ માટી નાખી આગ ઓલવવાની પ્રયત્ન કરતાં હતા. છતાં પણ આગ ન બૂજાતાં અંતે મહેસાણા ફાયર ટીમને જાણ કરાઈ હતી.

મહેસાણા તાલુકામાં આવેલા પાંચોટ ગામમાં પીપળા વાસમાં રહેતા ઠાકોર રમેશજી પ્રધાનજીએ જણાવ્યુ હતું અમે ગાંધીનગર મધ્યે બેસણામાં ગયા હતા. બાદમાં ઘરે પાછા આવી ખેતરે જવામાં મોડું થતું હોવાથી પરિવારની મહિલાઓ જમવાનું બનાવતી હતી એ દરમિયાન ગેસના બાટલામાં અચાનક આગ લાગતા ઘરમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ મેં સળગતો બાટલો બુજાવવાનો પ્રયત્ન કર્યો હતી. જોકે આગ ઓલાઈ નહોતી, બનાવની જાણ ગામના લોકોને થતાં લોકો પણ દોડી આવી પાણી છાંટવા લાગ્યા હતા. છતાં પણ આગે વધુ વેગ પકડતાં મહેસાણા ફાયર શાખાની ટીમને જાણ કરાઈ હતી. મહેસાણા ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોટલમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ સમગ્ર બનાવમાં મકાન માલિક ઠાકોર રમેશજીના હાથમાં આગના લીધે સામાન્ય ઈજાઓ થઈ હતી