BCAની મહિલા ટીમની બસ અને ટ્રકનો અકસ્માત : 5 ખેલાડીઓ ઇજાગ્રસ્ત

image-312
copy image

વિશાખાપટ્ટનમ મધ્યે BCCI ટી-20 વિમેન્સ સિનીયર ક્રિકેટ સ્પર્ધા રમવા ગયેલી બરોડાની ટીમ કવાલીફાઈ નહી થતાં સ્ટેડિયમથી બસમાં એરપોર્ટ આવતા સમયે ટ્રકને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બરોડા ટીમના મેનેજર સહિત 5 મહિલા ખેલાડી ઇજાગ્રસ્ત થઇ હતી. જેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

BCAના સૂત્રો મુજબ વિશાખાપટ્ટનમ મધ્યે 11 ઓકટોબરે બરોડા વિમેન્સ ટીમ ટી-20 સ્પર્ધા રમવા માટે ગઇ હતી. ટીમ કવોલીફાઈ નહી થતાં શુક્રવારે સવારે સ્ટેડિયમથી એરપોર્ટ જવા બસમાં નીકળી હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. બસમાં બેઠેલા ટીમના મેનેજર નીલમ ગુપ્તે, ખેલાડીઓ અમૃતા જેાસેફ, કેશા પટેલ, નીધી ધુમાનીયા અને પ્રજ્ઞા રાવતને ઇજા પહોચી હતી.

સૌથી વધુ ઇજા નીલમ ગુપ્તેને પહોચી હતી. જેને લીધે છ ટાંકા લેવા પડયા હતા. જો કે તમામને રજા આપી દેવામાં આવતા ટીમ વડોદરા આવવા રવાના થઇ ગઇ હતી. BCAના પ્રવકતા સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, સ્થાનિક તંત્રે પગલાં લીધા હતા. ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું હતું કે, તમામ હેમખેમ છે તેમ જાણ થતાં અમને રાહત થઇ છે.’