રાજકોટ મોરબી રોડ પર સ્કુટર સ્લીપ થતાં યુવકનું મોત

રાજકોટના મોરબી રોડ પર બેડી યાર્ડ નજીક] રહેતા છોટુલાલ ફુચાભાઈ કુડુ (ઉ.વ.30) અને તેનો મિત્ર સ્કુટર લઈ ગોંડલથી રાજકોટ પાછા ફરતા હતા તે દરમિયાન શાપર પાસે સ્કુટર સ્લીપ થતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા છોટુલાલ કુડુને સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત થતાં પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી છે. આ ઘટના વિશે પ્રાથમિક પુછપરછમાં મૃતક છોટુલાલ કુડુ મુળ ઝારખંડનો વતની હતો અને તેની સાથે મજુરી કામ કરતાં યુપીના યુવકને સાથે લઈ બંને મિત્રો ગોંડલ મધ્યે દિવાળીની ખરીદી કરવા માટે ગયા હતા અને ત્યાંથી ખરીદી કરી પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન જીવલેણ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.