ડમ્પરની પાછળ બાઇક ઘૂસી અકસ્માત સર્જાયો : એક યુવકનું મોત

રાજકોટ અમદાવાદ હાઇવે પર બંસીધર વેબ્રીજ નજીક ડમ્પરની પાછળ બાઇક ઘૂસી જતાં શિવનગરના યુવકનું મૃત્યુ થયું હતું. શહેરના હુડકો ચોકડીથી અમદાવાદ તરફ જતાં માર્ગે ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતાં શિવનગર મફતીયાપરામાં રહેતા અરવિંદ નવલભાઇ માળી (ઉ.વ.28) નું ગંભીર ઇજાના થવાના કારણે મૃત્યુ થયું હતું. જે બાદ આજીડેમ પોલીસ સ્ટેશનના PSI એ.જે. પરમારની ટીમે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરાઈ હતી.