અંકલેશ્વર-ભરૂચ રોડ પર રિક્ષા ખાડીમાં 20 ફૂટ ઊંડે ખાબકી સદભાગ્યે જાનહાની ટળી


અંકલેશ્વર -ભરૂચ રોડ પર રીક્ષા રોડ સાઈડ માં 20 ફૂટ ઊંડે ખાબકી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ હતી નહિ. રીક્ષા ભારે જહેમતે બહાર કઢાઈ હતી. અંકલેશ્વર -ભરૂચ શુક્રવારના માર્ગ પર પસાર થઇ રહેલા રીક્ષા ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડ ખાડામાં 20 ફૂટ ઊંડે ઉતરી ગઈ હતી.
ઘટનામાં સદ્દનસીબે રીક્ષા કે રીક્ષામાં બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. ભારે જહેમતે રીક્ષા બહાર કઢાઈ હતી. રોડ સાઈડ પર વાહન ખાબકવા ના વધતી જતી ઘટનાઓ વચ્ચે તંત્ર દ્વારા સાઈડ ડિવાઈડર ઉભા કરાય એ અનિવાર્ય છે.