ગાંધીધામ મકાનમાંથી 29 હજારનો દારૂ ઝડપાયો

copy file

પૂર્વ કચ્છમાં અલગ અલગ જગ્યાએ બે દરોડામાં કુલ રૂપિયા 47 હજારનો વિદેશી દારૂ પકડાયો.આ ઈસમ બન્ને દરોડામાં હાજર મળ્યા ન હતા, જેથી એલસીબીએ ગાંધીધામના સુંદરપુરીમાં દરોડો પાડી રૂપિયા 29 હજારનો દારૂ ઝડપ્યો હતો, તેમજ સામખિયાળી પોલીસે પાડેલા દરોડામાં ઓરડીમાંથી 182 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા.

એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે સુંદરપુરી રહેતો પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઇ માતંગ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે,આ બાતમીના આધારે તેના રહેણાક મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી રૂપિયા 29,400 ની કિંમતના વિદેશી દારૂની 84 બોટલો મળી આવી હતી પરંતુ ઈસમ પ્રકાશ ઉર્ફે પકાડો હાજર મળ્યો ન હતો.જેથી એલસીબીએ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ એસ.એસ.વરૂ અને વી.આર.પટેલ સાથે સ્ટાફ જોડાયો હતો.

તો સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપી હતી કે, ટીમને પેટ્રોલિંગ સમયે મળેલી બાતમીના આધારે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં આવેલી મગન માવજી કોલીની બંધ ઓરડીમાં દરોડો પાડતાં તે ઓરડીમા઼થી રૂપિયા 18,200 ની કિંમતના વિદેશી દારૂ ના  182 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા પરંતુ ઈસમ હાજર ન હોતા નવિન જશા કોલી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પીએસઆઇ એસ.વી.ડાંગર ની સાથે સ્ટાફ જોડાયો હતો.