ખેરાલુના વિઠોડા ગામે લાકડાં નાખવા મુદ્દે પડોશી ઝગડ્યા

વડગામના કોદરામ ગામમાં રહેતા કોમલબેન ગાંડાભાઈ રબારી કેટલાક દિવસો અગાઉ પિયર ખેરાલુ તાલુકાના વિઠોડા ગામમાં આવ્યા હતા અને બપોરના અરસામાં તેમના ઢોર બાંધવાના વાડામાં લાકડા ભેગા કરતી હતી તે દરમિયાન ગામના રબારી સહરભાઈ અને તેમના ભાઈ રબારી રમેશભાઈ બંને ભાઈઓએ આવીને કોમલબેન જે જગ્યાએ લાકડા નાખતા હતા. ત્યાંથી તે લાકડાની દૂર ફેંકવા લાગ્યા ત્યારે કોમલ બેને અમારા લાકડા કેમ દૂર ફેંકો છો એવું કહેતા બંને ભાઈઓએ ગાળો બોલીને ઝઘડો કરી તેણીની માતા ભાનુબેન ને માર માર્યો. રમેશભાઈ વેલાભાઈ રબારી અને સાહરભાઈ ઉર્ફે સાગરભાઇ વેલાભાઈ રબારી (બંને રહે વિઠોડા) સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
જ્યારે સામે પક્ષે સાગરભાઇ ઉર્ફે સાહરભાઈ રબારીના પત્ની ભાનુબેન ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ખેતરે જવાના રસ્તા પર પડેલા લાકડા હટાવતા હતા તે સમયે તેમના પડોશી ભાનુબેન રબારી તેમનો દીકરો જયેશભાઈ અને ગાંડાભાઈ રબારી એ ઝઘડો કર્યો અને અમારા લાકડા કેમ ઉઠાવો છો એનું કહી લાકડી અને ધોકાથી હુમલો કરીને ભાનુબેન ને મારમાર્યો હતો.
તે દરમિયાન હાજર કોમલબેને તેમના પતિને કપાળમાં અને છાતીમાં ધોકો માર્યો હતો. રાડારાડ થતા રમેશભાઈ રબારી અને તેમની દીકરી વેનીશા એ આવીને તેમને વધુ મારામારથી છોડાવ્યા હતા. ભાનુબેન એ ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવીને પીપળદર ગામના બળદેવભાઈ સાહરભાઈ રબારી અને કોમલબેન ગાંડાભાઈ રબારી ,ગાંડાભાઈ ગોવાભાઇ રબારી ,જયેશભાઇ ગાંડાભાઈ રબારી અને ભાનુબેન ગાંડાભાઈ રબારી પાંચ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.