અમદાવાદના ગ્યાસપુર મેટ્રો રેલ ડેપો પાસે આગ લાગી ઉઠતાં 22થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થયા

copy image

અમદાવાદના ગ્યાસપુર મેટ્રો રેલ ડેપોની પાસે આવેલા ઝુંપડાઓમાં બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. આગમાં 20થી 22 જેટલા ઝુંપડાઓ બળીને ખાક થયા હતા. સદભાગ્યે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર બપોરે ગ્યાસપુર નજીક આવેલા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. રસોઈ બનાવતા સમયે તણખલાના લીધે આગ લાગી હતી. જેથી ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો. આગ એટલી તીવ્ર હતી કે ઝડપથી ફેલાઈ રહી હતી પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમયસર પહોંચી અને 50 જેટલા ઝૂંપડાને બચાવી લીધા હતા.