આઠ ચોરાઉ મોટર સાયકલ સાથે બે આરોપી પકડાયા

રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તેમજ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરી થયેલ મોટર સાયકલ મળી રૂ.2,00.000 નો મુદ્દામાલ જપ્ત કરી મોટર સાયકલ ચોરીઓનાં વણશોધાયેલ 5 ગુન્હા શોધી આરોપીને પકડી પાડયા હતા.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ દરમ્યાન ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમાર રહે.કસોટીયા વિસ્તાર,મોટા સુરકા તથા સંજય પરમાર રહે.માયધાર તા.તળાજાવાળાએ ભાવેશનાં ઘર પાસે કેટલાંક સ્પ્લેન્ડર મોટર સાયકલ ભેગાં કરીને રાખેલ છે જે મોટર સાયકલ તેઓ બંને કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં માણસો હાજર મળી આવ્યા હતા તેઓ પાસેથી મોટર સાયકલ નંગ-8 મળી આવી હતી. જે મોટર સાયકલ વિષે તેઓની પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેવામાં આવતા કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોવાટી આ મોટર સાયકલો તેઓએ ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી મોટર સાયકલ નંગ-8 કિ.રૂ.2.00.000 શક પડતી મિલ્કત તરીકે તપાસ માટે કબ્જે કરી તેને હસ્તગત કરવામાં આવ્યા. ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમારની પુછપરછ કરતાં આ આઠેય મોટર સાયકલ છેલ્લાં બે મહિનાની અંદર શિહોર, દાદાની વાવથી, રાજપરા, ખોડિયાર મંદિરથી, શિહોર બસ સ્ટેન્ડ પાસેથી, સુરકાનાં ડેલેથી, ઘાંઘળીવાળા ફાટક પાસેથી તેમજ દુબળીયાથી શેરીમાંથી ચોરી કરેલ હોવાનું અને આજે બંને જણાં ભેગા થઇને આ બધી મોટર સાયકલો સુરત મધ્યે લઇ જઇ વેચવાની તૈયારી કરતાં હોવાનું જણાવેલ જેથી તેને માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યું છે.