વડોદરાના ફતેગંજના ફ્લેટમાંથી SOGએ4.31 લાખની હેરોઇન કબ્જે કરીત્રણ વર્ષથી હેરોઇન વેચતા શખ્સની કરી અટકાયત

શહેરના ફતેગંજ વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ (SOG) દ્વારા બાતમીના આધારે ફતેંગજ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ સિદ્ધિ ટાવરમાં મકાન નંબર 602માં રેડ પાડી હતી. જ્યાંથી અરીકસીંઘ ઉર્ફે સોનુ સરવનસિંઘ મલ્હી 862 ગ્રામ ચિટ્ટા હેરોઇન સાથે પકડાયો. કબ્જે કરેલા ચિટ્ટા હેરોઇનની કિંમત 4 લાખ 31 હજાર થાય છે. સોનુ મલ્હી પાસેથી બે મોબાઇલ તથા 18 હજાર રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે.

SOGને તપાસમાં જાણવા મળ્યું છે કે સોનુ મલ્હી છાણી જકાતનાકા નજીક આવેલ ગુરુનાનક નગરનો રહેવાસી છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે. ઉપરાંત ડ્રગ્સનો જથ્થો લાવી તેની પડીકીઓ બનાવી છૂટક ગ્રાહકોને વેચાણ કરે છે. તેમજ સચદેવ ખાલસા (પંજાબી)ને વોન્ટેડ જાહેર કરાયો છે.

પોલીસે આ અંગે આરીકસીઘ ઉર્ફે સોનું મલ્હી વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8 (સી),21 (બી), 29 અનુસાર ગુનો નોંધ્યો છે. SOG દ્વારા માદક પદાર્થ હેરોઇન તથા વેચાણના નેટવર્ક અંગે સઘન તપાસ કરાઈ રહી છે.