“કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના મિયાણી ગામની સીમમાં લીઝ ધારક દ્વારા લીઝ વિસ્તાર બહાર ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ તથા બેંટોનાઈટનું ગેરકાયદેસર ખોદકામ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભૂજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને તા.૩૧/૧૦/૨૦૨૨ના એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભૂજના પોલીસ ઇન્સ્પેકટરથી એસ.એન, ચુડાસમા સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના માણસોને જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી શોધી કાઢવા માટે સુચના આપેલ હતી. જે સૂચના અન્વયે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. જયેન્દ્રસિંહ પોપટભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ રાણા વિગેરે કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મિયાણી ગામની ઉગમની બાજુ આવેલ લીઝ ધારક અબ્દુલ કાદીર જુસબ હિંગોરાની સર્વે નં.૧૬ર વાળી ખાણમાં ભેંટોનાઇટ(ખનીજ) કાઢવાનું ખોદકામ ચાલુમાં છે અને હાલે આ લીઝ ધારકે બેટોનાઇટની ખાણ એઝાઝ અહમદ અબ્દુલ કાદર ખત્રી તથા જાવેદ સુલેમાન જુણેજા રહે બંને માંડવી વાળા ચલાવે છે અને આ લીઝા કાયદેસરની લીઝ બાર ગેરકાયદેસર રીતે બૅટોનાઇટ(ખનીજ)નો ખોદકામ કરી બેટોનાઇટ(ખનીજ) કાઢી કાયદેસરની લીઝમાં સંગ્રહ કરવામાં આવે છે. જેથી તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં લીઝની જમણી બાજુ ટેકરાઓમાં સીમેન્ટના થાભાલાની ઇલેકટ્રીક લાઈન પસાર થાય છે તે ટેકરાઓની ધાર નીચે ગેરકાયદેસર રીતે ઊંડા મોટા ખાડાઓ ખોદી બેટોનાઇટ(ખનીજ) બહાર કાઢેલાનું જણાઈ આવેલ જેથી આ બાબતે ખાણ ખનીજ ખાતા ભુજના અધિકારીશ્રીઓને સ્થાનિક જગ્યાએ પધારવા જાણ કરવામાં આવેલ અને આ લીઝમાં સ્થાનિક જગ્યાએ ખાણ ખનીજ ખાતા ભુજના અધિકારીઓ પધારી સર્વેરર દ્વારા આ લીઝની માપણી કરાવતા આ ખાણમાં લીઝ વિસ્તાર બહાર બ્લેક ટ્રેપ ખનીજનું કુલ ૧૦૩૭૬૧૯ મેટ્રિક ટન અંદાજિત કિ ૩૪૭,00,000/- લાખ તથા બેટોનાઇટ ખનીજનું ૯૪૪.૮૨ મેટ્રિક ટન અંદાજિત કિ.રૂ. ૫,૦૦,000/- એમ ફલ્લે કિ૩.૫૨,00,000/-(બાવન લાખ) નુ ગેરકાયદેસર રીતે ખોદકામ આ લીઝ બહાર થયેલાનુ ખાણ ખનીજ ખાતા ભુજ દ્વારા જણાવેલ છે.