ભુજ-ખાવડા માર્ગ નજીક આજે વહેલી સવારે એસટી બસ ટ્રેઇલરમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો: બે ઈજાગ્રસ્ત

ભુજ-ખાવડા રોડ પર આજે વહેલી સવારે ટ્રેઈલરની પાછળ બસ ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઈજાઓ થઈ હતી. ભુજથી ખાવડા જતા માર્ગની હાલત અત્યંત દયનીય છે. હાલ સફેદ રણનો આરંભ થયો છે.તેવા ટાણે ભુજ-ખાવડાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી સફેદરણ આવતા સહેલાણીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. તેવામાં આજે વહેલી સવારે ખવડાથી ભુજ તરફ આવતી એસ.ટી બસ ઢોરી પાટીયા પાસે ટ્રેઈલર પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હતો

અકસ્માતને લીધે બસમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. ખરેખર આ  જર્જરિત રસ્તાઓ સહેલાણીઓ અને મુસાફરો માટે કેટલા સલામત છે.પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા અને પ્રવાસીઓને આકર્ષવા કરોડો રૂપિયાની લ્હાણી કરાય છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા અને માર્ગ સલામતી માટે રોડ રસ્તાઓનું નબળુ કામ કેટલી હદે યોગ્ય ગણી શકાય.