ચિત્રોડ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત

રાપરના ચિત્રોડ ગાગોદર ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર બપોરે ચિત્રોડની ચાડી નજીક અજાણ્યા વાહનની ઠોકર લાગતા રાપર તાલુકાના બાદરગઢ ગામના 60 વર્ષીય પરમાં માંડણ વેરાત (પટેલ)નું બાઈક પરથી પટકાઈને મૃત્યુ થયું હતું હતું. આડેસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હોવાનું જણાવાયું હતું.