ભુજના રહેણાંક વિસ્તારમાં રાખેલા ગેસ કનેકશનના પાઈપમાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી

ભુજ શહેરની ભાગોળે આવેલા નરનારાયણ નગર વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં ખુલ્લા પ્લોટમાં રાખેલા ગુજરાત ગેસ લાઈનના પાઇપના રોલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગની ભયાનક જ્વાળાઓ ઉઠતા સ્થાનિકો જોવા ઉમટ્યાં હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાયર દ્વારા ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે કિંમતી પાઇપ બળી ગયા હતા.
આગની જાણ થતાં સુધારાઈ હસ્તેના ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી ગેસ પાઇપ લાઈનના રોલ પરની લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી. આ કામગીરીમાં ફાયર ટીમના ડિસીઓ:સાવન ગોસ્વામી, રવીરાજ ગઢવી,પ્રદીપ ચાવડા ફાયર:મેન હીરજી રબારી, વાઘજી રબારી,રફીક ખલિફા, પ્રતીક મકવાણા જોડાયા હતા