અમદાવાદના લાલદરવાજા પાસે સટ્ટો રમાડનાર યુવકની કરાઇ અટકાયત

મિરઝાપુર દિનબાઈ ટાવર સામે પાનપાર્લર નજીક ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા સરદારનગરના એક યુવકની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને આધારે અમન દીપક માખીજા (ઉં.30, કર્ણાવતી ક્લાસિક, સરદારનગર) નામના યુવકનો મોબાઇલ ફોન ચેક કરતા તે આફ્રિકા-પાકિસ્તાન વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું જણાતા પોલીસે તેની અટકાયત કરી હતી.

પોલીસે અમનની પૂછપરછ કરતા તેણે પોતાની ઉપરની લાઇનવાળા હેમંત અશોકકુમાર પારવાની (રામેશ્વર ફ્લેટ, સરદારનગર) પાસેથી ઓનલાઇન સટ્ટો રમાડવાની એપના આઈડી પાસવર્ડ મેળવી હર્ષિત જૈન (શાહીબાગ) પાસેથી પણ એપ મેળવી સટ્ટો રમાડતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે અમન તેમજ હેમંત પારવાની અને હર્ષિત જૈન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.