છાયણમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો: 1નું મોત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ઉપરથી ફંગોળાયેલા બે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ગંભીર ઇજાઓ પહોચતા ચાલકનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. અકસ્માત કરી ભાગી] ગયેલા અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ લીમડી પોલીસે ગુનો દાખલ કરાયો હતો.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાટકા ગામના કલ્પેશભાઇ મેદુભાઇ ભુરીયા અને ચેતનાભાઇ તેરસીંગભાઇ ભુરીયા મોટર સાયકલ લઇને રાત્રે છાયણ ગામમાં રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે સમય દરમિયાન જીજે-20-એએમ-6369 નંબરની મોટર સાયકલના ચાલકે પોતાના કબજાનું વાહન પુરપાટે અને બેડકરકારીથી હંકારી લાવી કલ્પેશ ભુરીયાની બાઇક સાથે ઠોકર મારી અકસ્માત સર્જી  ભાગી ગયો હતો.

અકસ્માત સર્જાતા કલ્પેશ અને ચેતન બંને બાઇક ઉપરથી ફંગોળાઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ચેતન અને કલ્પેશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પરંતુ ગંભીર રૂપે ઘાયલ થયેલા કલ્પેશ ભુરીયાનું સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત સંદર્ભે મેદુભાઇ ભુરીયાએ અકસ્માત કરી ભાગી ગયેલા બાઇક ચાલક સામે કતવારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.