લીમડીમાં તસ્કરે બંધ મકાનના તાળા તોડી 90 હજારની ચોરી કરી

લીમડીના પ્રજાપતિ વાસમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરે તાળા તોડી તીજોરીનું લોકર તોડી અંદર મુકેલા સોના ચાંદીના સિક્કા અને દાગીના મળી કુલ 90,000 રૂ.ની મત્તા ચોરી કરી ગયા હતા. આ અંગે લીમડી પોલીસે ગુનો દાખલ કરી ચોરની શોધખોળના ચક્રો ગતિમાન કરાયા છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પ્રજાપતિ વાસમાં રહેતા રમણભાઇ લખાભાઇ પ્રજાપતિના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રાત્રે નિશાન બનાવી ઘરના આગળના દરવાજાને મારેલા તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘુસી જીતેન્દ્રભાઇના રૂમમાં મુકેલ લોખંડની તિજોરી તોડી તેમા મુકેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તથા તિજોરીના લોકર તોડી તેમાં મુકેલ સોના-ચાંદીનો સિક્કો અંદાજે 10,000 રૂ. તેમજ સોનાનુ એક મંગળસુત્ર, એક સોનાની વીંટી, 2 સોનાની કાનની બુટ્ટી, 2 સોનાના કાનના સેલર, 1 સોનાની નાકની વાળી મળી અંદાજે 4 તોલાના જુના દાગીના જેની કિંમત અંદાજે 80,000 મળી કુલ 90,000ની મત્તા તસ્કરી કરી ગયા હતા. રમણભાઇ લખાભાઇ પ્રજાપતિ ઘરે પાછા આવતાં દરવાજાના તાળા તુટેલા જોવા મળતાં ઘરમાં જઇને તપાસ કરતાં તસ્કરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.