ભુજમાં ધાણીપાસાનો જુગાર ખેલતા ત્રણ શખ્સો ઝડપાયા.

ભુજ શહેરમાં ભીડનાકા વિસ્તારમાં મેમણ જમાતખાના સામે ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી  હાથ ધરાઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં ભુજના ઉમર ઉર્ફે ઉમરિયો અબ્દુલ હિંગોરજા, શાંતિલાલ દામજીભાઈ ઠક્કર અને ગની ઈસ્માઈલ રાયમાને જુગાર રમવાના આરોપસર પકડાયા હતા અને તેમની પાસેથી રૂ. ૨૬૫૦/-રોકડા જપ્ત કરાયા હતા.  હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે આ મુદ્દે ગુનો દાખલ કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *