કોઠારા નજીક બાઇક હડફેટે રાહદારી મહિલાને ઇજાઓ.

ભુજ અબડાસામાં કોઠારા ગામ પાસે રેલ્વે ફાટક નજીક પુરપાટ જઇ રહેલી બાઇક હડફેટે આવી જવાથી કરોડિયાના રાહદારી કમશ્રીબેન ગઢવીને ઇજાઓ થઈ હતી. પોલીસે આપેલી વિગતો અનુસાર ભોગ બનનાર મહિલા રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે તેમને ગઇકાલે સવારે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાબતે કરોડિયાના પ્રેમાબેન રતનભાઈ ગઢવીએ ફરિયાદ નોધાવી હતી. કોઠારા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *