માંડવીમાં બાઇક ઝાડમાં અથડાતાં સવાર યુવતીનું ઘટના સ્થળજ મૃત્યુ થયું હતું.

માંડવી શહેરના પાદરમાં પુરપાટ જઈ રહેલી બાઇક સ્લીપ થઈને માર્ગ ઉપરના ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૩૦ વર્ષની મિતલબેન નટવરલાલ ઠાકરનું મૃત્યુ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બંદરીય શહેર માંડવીની ભાગોળે એઇમ્સ શાળા સામેના માર્ગ ઉપર બાઈકનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો. માંડવીની રહેવાસી મિતલબેન ઠાકર અને મુન્દ્રાના ખારવા ચોકમાં રહેતો રોનીક શિવજી ધાયાણી બાઇક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતે આ બાઇક સ્લીપ થઈને માર્ગની બાજુએ આવેલા ઝાડમાં અથડાઇ હતી. આ ઘટનામાં મિતલબેનને ગંભીર ઇજાઓ થઈ હતી, ઘટના સ્થળજ મિતલબેનનું મૃત્યુ થયું હતું.