અમરોલીની પરિણીતાએ લગ્નના 3 મહિનામાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અમરોલીમાં રહેતી પરણિતાએ લગ્નના 3 માસમાં આત્મહત્યા કરી લીધી હતી. અમરોલીની ગણેશપુરા સોસાયટીમાં રહેતા શંકર ડાકુઆના 3 મહિના પૂર્વે જ 33 વર્ષીય ઓરિસ્સાવાસી યુવતી નામે લક્ષ્મીની સાથે લગ્ન થયા હતા.
લક્ષ્મીએ લગ્નના 3 મહિનામાં જ શનિવારે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, લક્ષ્મી 3 માસ પહેલા વતનમાં કચરો વીણવાનું કામ કરતી હતી. તેણીએ લગ્નના 3 મહિનામાં જ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા સ્થાનિક એસીપી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.