બાયડમાં ટ્રકચાલકે બાઈકસવારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો; બાઇક સવાર કિશોરનું ઘટનાસ્થળે મોત નીપજયું

સાંજના અરસામાં બાયડથી નડીયાદ-મોડાસા હાઇવે પર આવેલા બોરોલ ગામમાં પિતા-પુત્ર બાઇક પર જતા હતા તે દરમિયાન પુરપાટે આવતી એક ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઇકચાલક રોડ પર પટકાઈ ગયો હતો. જ્યારે પાછળ બેઠેલા કિશોરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મોત નીપજતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પિતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મૃતક કિશોરના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કિશોરના મોતના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.