ચંદ્રનગરની સીમમાંથી દેશી શરાબની ભઠ્ઠી ઝડપાઇ.

નખત્રાણા તાલુકાનાં ચંદ્રનગરથી આશાબાપીરની દરગાહે જતાં કાચા રસ્તાથી આગળ ડુંગરોની વચ્ચે સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચે ધમધમી દેશી શરાબ ની ભઠ્ઠી નિરોણા પોલીસે ઝડપી પાડી હતી. પોલીસને જાણકારી મળી હતી કે, આ જગ્યાએ કારૂભા ઉર્ફે ભાણુભા હંસરાજજી જાડેજા દેશી શરાબ ગાળે છે તેના આધારે રેઇડ પાડતા આથો ભરેલી સિન્ટેક્સની ટાંકી-૫, એક પ્લાસ્ટીકના બેરલ લિટર ૨૦૦ મળી આવ્યા હતા. જેમાં ૨૭૦૦/-લિટર દેશી શરાબ બનાવવાનો આથો કિમત રૂ. ૫૪૦૦/-તથા સરસામાન કિમત રૂ. ૧૧૦૦/-એમ કુલ રૂ. ૬૫૦૦/-નો પ્રોહી.મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન શખ્સ હાજર ન હતો. આ બાબતે પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.