જલાલપોરના કોલાસણા ગામેમાં આધેડ વૃધ્ધાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

જલાલપોરના કોલસાણા ગામમાં રહેતી વૃદ્ધાને પેટની બિમારી હોવાથી તેની સારવાર કરાવવા છતાં પણ સારી નહીં થતા અંતે ઘરે એકલી હતી ત્યારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું. જલાલપોરના કોલાસણા ગામમાં રહેતા અશોકભાઈ ઉકાભાઈ રાઠોડે મરોલી પોલીસમાં જાણ કરી કે તેમની માતા મધુબેન ઉકાભાઈ રાઠોડ (ઉ.વ. 55) તેમની સાથે રહેતા હતા.
તેમની માતાને પેટની બિમારી હતી. જે સારવાર કરવા છતાં સારી નહીં થતા કંટાળ્યાં હતા. ઘરના આગળના દરવાજા પાસે ઘરના માળિયામાં આવેલ લાકડા સાથે નાયલોનની દોરીથી ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેમના પરિવારજનોને સવારે થઈ હતી. અશોકભાઈએ ફરિયાદ આપતા એએસઆઈ ગોપાલ વિરસિંઘ તપાસ કરી રહ્યાં છે. આ ઘટનાથી રાઠોડ પરિવારમાં શોક છવાયો હતો.