સાઈડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ટકકરાતા મહિલાનું મોત નીપજયું

ખાત્રજથી હૈદરાબાદ જતી ટ્રકની ક્લચ ફેલ થતાં બાજુ પર ઊભેલી ટ્રક પાછળ કાર તકકરાતા વડોદરા પાસીંગ કારમાં બેઠેલી મહિલાનું મૃત્યુ થયું હતું. મૂળ ગાંધીનગરના અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતાં 28 વર્ષીય પુષ્પેન્દ્રસિંહ ભૂરસિંહ રાવત રાત્રે તેમની ટ્રકમાં અમૂલ ડેરના ખાત્રજ સ્થિત પ્લાન્ટમાંથી પનીરનો સ્ટોક ભરી હૈદરાબાદ ડિલીવરી આપવા માટે નીકળ્યો હતો. તેઓ ખાત્રજથી ટ્રક લઈને નીકળ્યા પછી હાઈવે પર આવ્યા હતા.

ચિખોદરા ચોકડી નજીક અચાનક તેમની ટ્રકની ક્લચ પ્લેટ ફેલ થતાં તેમણે તેમની ટ્રક બાજુમાં ઊભી રાખી સર્વિસ કરતા હતા. એ સમયે પાછળથી પુરપાટે આવી ચઢેલી કાર સાઈડમાં ઊભી રહેલી ટ્રક પાછળ તકકરાઈ ગઈ હતી. જેથી કારમાં સવાર બે પુરૂષ અને બે મહિલાને ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. જે પૈકી એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.