વિધાનસભા ચૂંટણીને લઈ મોટુ નિવેદન આપ્યુ -કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ

કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિધાનસભા ચૂંટણીને લઈ મોટુ નિવેદન આપ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની તેમણે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં રહીને AAP અને ભાજપને હરાવવાનું કામ કરીશ. તમને જણાવી દઈએ કે, રાજકોટની બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રનીલનું નામ ચર્ચામાં હતુ. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી અને સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું. તેમણે કહ્યું કે, હું આજીવન કોંગ્રેસ ની સેવા કરતો રહીશ અને મને પક્ષ જે કામ સોંપશે એ કાર્ય કરીશ તેમણે જણાવ્યું હતું કે, મારે ચૂંટણી લડવી નથી અને હું કેજરીવાલને રોકવાની કોશિશ કરીશ.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીનો અપ્રિલમાં જ ખેસ ધારણ કર્યો હતો જ્યારે તેઓ નવેમ્બરમાં ફરી કોંગ્રેસમાં જોડાયાં છે. તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા તેમણે જણાવ્યું કે, જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું AAPમાં લાગ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે હું ખેસ ન પહેરુ છતા પંજાની સાથે જ હતો તેમજ ભાજપ બાજુ મે ક્યારેય વળીને જોયુ નથી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખીને પક્ષને પાછળ રાખે છે.