વાંકાનેરમાં કારચાલકે રોડ ક્રોસ કરતાં પ્રૌઢને અડફેટે લીધા: વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

copy image

વાંકાનેરમાં નવાપરા પાસે બેફામ ગતિએ આવતી કારે રોડ ક્રોસ કરતાં પ્રૌઢને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં પ્રૌઢનું મોત થયું હતું. જ્યારે કારચાલક પલાયન થઈ ગયો હતો. સમગ્ર બાબતે મૃતકની પત્નીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉતરપ્રદેશના વતની ફરિયાદી આશાબેન શર્માએ આરોપી કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમના 50 વર્ષીય પતિ સભાનારાયણ તીલેશ્રવર શર્મા વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ચાલીને જતાં હતા અને તેઓ રોડ ક્રોસ કરવા જતા હતા એ સમયે અચાનક આરોપી કારના ચાલકે પૂરપાટે અને બેદરકારી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે આવીને સભાનારાયણને ટક્કરે લીધા હતા. જેને પગલે અકસ્માત થયો હતો. જ્યાં સભાનારાયણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આરોપી અકસ્માત સર્જી વાંકાનેર તરફ ભાગી ગયો હતો. આ ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.