ઉંચા વ્યાજે નાણાં આપી વ્યાજની ઉઘરાણી માટે મારામારી , ધાકધમકી તેમજ બળજબરીથી કઢાવી લેવાનાં ગુનાઓમાં પકડાયેલ મહિલા આરોપીની પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં અસામાજીક તત્વો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના સુચના આપેલ હોય જેથી અંજાર વિસ્તારમાં નીચે જણાવેલ મહિલા આરોપી વિરૂધ્ધ અંજાર તથા આદિપુર પોલીસ સ્ટેશનોમાં વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરવા અંગેના તેમજ મારામારી , ધાકધમકી અને બળજબરીથી કઢાવી લેવા સબંધે અલગ – અલગ પાંચ ગુના દાખલ થયેલ હોય જેથી શ્રી એસ.ડી.સિસોદીયા પોલીસ ઈન્સપેકટ ૨ અંજા ૨ નાઓ દ્વારા સદરહુ મહિલા આરોપી વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને મહે.કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તથા શ્રી એલ.એન.વાઢીયા પોલીસ સબ ઈન્સપેક્ટર ગાંધીધામ બી ડીવી . પો.સ્ટે . તથા એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ મહિલા આરોપીને પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ , અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે . અટકાયતીનું નામ રીયાબેન ડો / ઓ ઈશ્વરભાઈ ગુસાઇ ઉ.વ. ૩૧ રહે . મકલેશ્વરનગર તા.અંજાર આ કામગી ૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા ગાંધીધામ બી ડીવી . પો.સ્ટે.નાં પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.એન.વાઢીયા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ